બસ અને ટેક્ષી

નીચે આપેલા બધા રોડના અંતર લગભગ છે. અને ૧૦ - ૨૦ કિમીનો ફેરફાર હોઈ શકે. તમારી યાત્રા શરુ કરતાં પહેલા બરાબર જાણી લેવું જરૂરી છે.

ગુજરાતમાં રોડ મુસાફરીના ઘણાં બધા વિકલ્પ છે.

 • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ. ટી. બસ )

  ઘણી બધી બસ આ માર્ગ ઉપર જાય છે. તેના સમય પત્રક માટે જુઓ GSRTC website

 • પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસ

  ઘણી બધી પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસ આ માર્ગ ઉપર જાય છે. બસ ના સમય માટે તેમનો સમ્પર્ક કરી શકો છો. અહીં જાણીતી ટ્રાવેલ્સનાં નામ નીચે આપેલા છે.

 • નામ સંપર્ક
  મહાસાગર ટ્રાવેલ્સ ૯૭૨૪૩ ૩૧૧૦૬
  ૯૭૨૪૩ ૩૧૧૦૭
  ૦૨૮૫ - ૨૬૨૯૩૪૦
  http://www.mahasagar.com/
  શુભમ ટ્રાવેલ્સ ૯૮૨૭૨ ૦૬૩૮૪
 • પ્રાઈવેટ ટેક્ષી

  પ્રાઈવેટ ટેક્ષી વાળા ઘણાં બધા છે અને કારના ભાડા નાની કે મોટી કાર, તે ઉપરાંત કાર એ.સી છે કે નોન એ.સી. તેના પરથી નક્કી થાય છે. લગભગ રૂ. ૬/કિમી થી રૂ. ૧૦/કિમી નાની કાર માટે થાય છે. ભાડું ૨૫૦ કિમી અથવા કુલ કેટલા કિમી ફર્યા, એ બે માંથી જે વધારે હોય તેના ઉપર ગણાય છે. (દા.ત. તમે ૧૫૦ કિમી ફર્યા પણ ભાડું ૨૫૦ કિમી નું ગણાશે.)

 • અમદાવાદથી

  અમદાવાદ થી ગિરનાર લગભગ ૬-૭ કલાક રોડની મુસાફરી છે. અમદાવાદથી ગિરનાર પહોંચવાના જુદા-જુદા રસ્તાઓ છે.

  1. ૧. અમદાવાદ – ચાંગોદર – બાવળા – બગોદરા – લીંમડી – સાયલા – ડોળીયા – રાજકોટ* - ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ ૩૫૦ કિમી) *રાજકોટ બાય પાસ થઈને સીધા ગોંડલ જઈ શકાય છે.
  2. ૨. અમદાવાદ – કલિકુંડ તીર્થ (ધોળકા) – કોઠ – ગુંદી – ફેદરા – ધંધુકા – રાણપુર – પાળીયાદ – વિંછીયા – જસદણ – આટકોટ – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાયપાસ – ગિરનાર (લગભગ – ૩૨૫ કિમી)
  3. ૩. અમદાવાદ – ચાંગોદર – બાવળા – બગોદરા – લીંમડી – રાણપુર – પાળીયાદ – વિંછીયા –જસદણ – આટકોટ – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાયપાસ – ગિરનાર (લગભગ ૩૩૦ કિમી)
  4. ૪. અમદાવાદ – સાણંદ – વિરમગામ હાઈવે – લખતર – વઢવાણ – સુરેન્દ્રનગર – મૂળી – ડોળીયા – ચોટીલા – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાયપાસ – ગિરનાર (લગભગ ૩૩૦ કિમી)
 • રાજકોટથી

  રાજકોટ થી ગિરનાર લગભગ ૨ કલાક રોડની મુસાફરી છે. રાજકોટ થી ગિરનાર પહોંચવાના જુદા–જુદા રસ્તાઓ છે.

  1. ૧. રાજકોટ – નાગેશ્વરતીર્થ – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાયપાસ (લગભગ ૧૧૦ કિમી)
  2. ૨. રાજકોટ – નાગેશ્વરતીર્થ – ગોંડલ – જેતપુર – ધોરાજી – પાટણ વાવ – છત્રાશા – વંથલી – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૧૫૦ કિમી)
  3. ૩. રાજકોટ – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ ૧૦૫ કિમી)
 • જામનગરથી

  જામનગર થી ગિરનાર લગભગ ૩ કલાક રોડ મુસાફરી છે. જામનગર થી ગિરનાર પહોંચવાના જુદા–જુદા રસ્તાઓ છે.

  1. ૧. જામનગર – કાલાવાડ – જામકંડોરણા – ધોરાજી – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ ૧૩૦ કિમી)
  2. ૨. જામનગર – ભાણવડ – પાનેલી – ઉપલેટા – ધોરાજી – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ – ૧૭૦ કિમી)
  3. ૩. જામનગર – આરાધના ધામ – જામ ખંભાળીયા – જામ જોધપુર – બળેજ તીર્થ – માણા વદર- બટવા – વંથલી – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૨૧૦ કિમી)
 • પાલીતાણાથી

  પાલીતાણા થી ગિરનાર લગભગ ૪-૫ કલાક રોડ મુસાફરી છે. પાલીતાણાથી ગિરનાર પહોંચવાના જુદા–જુદા રસ્તાઓ છે.

  1. ૧. પાલીતાણા – ઘેટી – ગારીયાધાર – અમરેલી – બગસરા – બિલખા – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૧૮૦ કિમી)
  2. ૨. પાલીતાણા – ઘેટી – ગારીયાધાર – અમરેલી – ભેસાણ – રાણપુર (ભેસાણ) – વડાલ – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૧૮૦ કિમી)
  3. ૩. પાલીતાણા – ઘેટી – ગારીયાધાર – સાવારકુંડલા – બગસરા – બિલખા – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૧૦૦ કિમી)
  4. ૪. પાલીતાણા – સોનગઢ – આટકોટ – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ ૨૧૦ કિમી- હાઈવે રોડ)
  5. ૫. પાલીતાણા – મહુવા – અજાહરા – ઉના – દીવ – પ્રભાસ પાટણ – વેરાવળ – માંગરોળ – કેશોદ – વંથલી – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૩૫૦ કિમી)
  6. ૬. પાલીતાણા – રાજુલા – અજાહરા – ઉના – દીવ – પ્રભાસ પાટણ – વેરાવળ – માંગરોળ – કેશોદ – વંથલી – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૩૭૫ કિમી)
 • કચ્છથી

  કચ્છ થી ગિરનાર લગભગ ૫-૬ કલાકની રોડ મુસાફરી છે. કચ્છથી ગિરનાર પહોંચવાના જુદા–જુદા રસ્તાઓ છે.

  1. ૧. કટારિયા – મોરબી – રાજકોટ – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાય પાસ (લગભગ ૨૨૫ કિમી)
  2. ૨. કટારીયા – મોરબી – ટંકારા – નિકાવા – કાલાવાડ – જામકંડોરણા – ધોરાજી – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ ૨૧૫ કિમી)
  3. ૩. કટારીયા – ધ્રોલ – કાલાવાડ – જામ કંડોરણા – ધોરાજી – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ ૨૧૫ કિમી)