ગિરનાર મહાતીર્થ


આભની અટારીએ, વાદળ કરે વિસરામ,
એવા ગઢ ગિરનારના શે ગાવા ગુણગાન.

ગરવા ગિરનારની બાહ્ય અને અભ્યંતર શોભા અત્યંત રમણીય છે. સાત કિલ્લાની વચ્ચે જેમ રમણીય મહેલ શોભે છે, તેમ સાત નાના પર્વતોના કિલ્લાથી ગિરનારગિરિ શોભે છે. ચારે બાજુ શ્યામ શિલાઓ અને કુદરતીકળાને બેનમૂન દર્શાવતી શિલાઓની કોતરો ઝળકી રહી છે. ચારેબાજુ લીલી હરિયાળી વિલસી રહી છે, અને ખળખળ વહેતા ઝરણાઓની મનોહરતા મનને આહલાદ આપે છે.

દીલ અને આંખ ઠરી જાય એવા બાહ્ય સોંદર્યથી સોનામાં સુગંધ ભળ્યાની જેમ અનંત સિદ્ધોના ધામ સરીખું શત્રુંજય તીર્થાધિરાજનું પાંચમું શિખર અનંત - અનંત તીર્થંકર ભગવંતના દીક્ષાકલ્યાણક, કેવલજ્ઞાનકલ્યાણક અને મોક્ષકલ્યાણક ભૂમિનું આ પ્રાય: શાશ્વતું સ્થાન છે. ઋષીમુનીઓ, મહંતો, સંતો, ભક્તો અને સાધકોના હૃદયમાં આત્માના આનંદનો ભંડાર ભરી દેનારો આ ગિરનારગિરિ ત્રણેય લોકમાં જયવંતો વર્તે છે.

તેના માહાત્મ્યને મનથી માણીએ, વચનથી વાગોળીએ, કાનથી સાંભળીએ, ચિત્તને ચમકાવીએ, હૃદયમાં અવધારીએ....

દીનદુઃખીનો બેલી જેમ દાનવીર છે,
શત્રુઓથી ભયનું રક્ષણ જેમ શૂરવીર કરે છે,
રોગીજનોનો આશ્રય જેમ વૈદરાજ છે,
તેમ ભવજલધિમાંથી તારણહારો તીર્થરાજ છે.
ક્યારે નિહાળું ગઢ ગિરનાર અને ક્યારે ભેટું મારા નેમકુમાર

એવા ભાવોને સંકલ્પની સાંકળથી જોડીએ....


અનુષ્ઠાનો અને આયોજનો

૧૮
નવેમ્બર
૨૦૧૬

ગિરનાર મહાતીર્થ - ૯૯ યાત્રા
ગિરનારજીની ૯૯ યાત્રાની આરાધનામાં આપણે સૌ જોડાઈએ અને કર્મ ક્ષય કરી નિકટ મોક્ષગામી બનીએ.

૧૧
અપ્રિલ
૨૦૧૭

ગિરનાર મહાતીર્થ - ૯૯ યાત્રા
ગિરનારજીની ૯૯ યાત્રાની આરાધનામાં આપણે સૌ જોડાઈએ અને કર્મ ક્ષય કરી નિકટ મોક્ષગામી બનીએ.