Girnar Mahatirth Logo
Girnar Mahatirth Tagline
Gujarati English
Girnar Facebook Girnar Twitter
Email ઈમેઈલ
  • હોમ
  • ઇતિહાસ
    • ભરત મહારાજા
    • ગજપદકુંડ
    • રત્નાશા શ્રાવક
    • સજજન મંત્રી
    • મહારાજા કુમારપાળ
    • ગિરનાર લોટરી
    • શ્રી નીતિસૂરિશ્વરજી મ.સા.
    • હિમાંશુસૂરીશ્વરજી મ.સા.
  • નેમિનાથ ચરિત્ર
    • પહેલો ભવ
    • બીજો ભવ
    • ત્રીજો ભવ
    • ચોથો ભવ
    • પાંચમો ભવ
    • છઠ્ઠો ભવ
    • સાતમો ભવ
    • આઠમો ભવ
    • નવમો ભવ
  • ગિરનારની ગોદમાં
    • માહાત્મ્ય
    • જિર્ણોધ્ધાર
    • કુદરતી સૌંદર્ય
    • અધિષ્ઠાયક દેવ અને દેવી
    • પર્વો
    • યોગીઓ અને સંતો
    • અજબ ગજબની વાતો
    • શાસ્ત્રો
  • ગેલેરી
    • ફોટો
    • ઓડિઓ
    • વિડિઓ
    • વેચાણ માટેની વસ્તુઓ
  • ગિરનાર દર્શન
    • ૧૪ દેરાસર
    • ગુફાઓ
    • કુંડ અને વાવ
  • વાર્તાઓ
    • અંબિકા દેવી
    • ગોમેધ યક્ષ
    • બપ્પભટ્ટસૂરી
    • અશોકચન્દ્ર
    • ભીમસેન
    • સૌભાગ્ય મંજરી
    • વશિષ્ટ મુનિ
    • વસ્તુપાલ અને તેજપાલ
    • મંત્રી પેથડશા
    • ધાર શ્રાવક
    • દુર્ગંધા
    • વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિ મ.સા.
  • યાત્રા
    • પંચ તીર્થી
    • ટ્રેન ટાઈમ ટેબલ
    • વિમાન સેવા
    • બસ અને ટેક્ષી
    • નજીકના જોવાલાયક સ્થળો
    • રહેવાની વ્યવસ્થા
    • માસિક ગિરનાર યાત્રા
    • નકશો
હોમ › ગિરનારની ગોદમાં › અધિષ્ઠાયક દેવ અને દેવી

અધિષ્ઠાયક દેવ અને દેવી

ગિરનાર મહાતીર્થના અચિંત્ય પ્રભાવના કારણે અનેક આત્માઓ સન્માર્ગને પામ્યા. આ તીર્થના ઉપકારની અંશાત્મક ઋણમુક્તિ કાજે તે આત્માઓ દેવો થતાં આ તીર્થના ઉદય અને રક્ષણનાં કાર્યમાં લાગી ગયા. સર્વત્ર તીર્થની યશ – કીર્તિ ફેલાવવાના મહત્વના કાર્યમાં લાગી તેઓએ આ તીર્થને જગ મશહૂર બનાવવાના ભગીરથ પ્રયાસો કર્યા છે.

  • ગિરનાર મહાતીર્થના વાયવ્યકોણમાં શ્રી નેમિનાથ પરમાત્માને મસ્તક પર ધારણ કરીને સર્વસંકટોનું હરણ કરવા માટે ઇન્દ્રમહારાજા ઇન્દ્ર નામનું નગર વસાવીને રહ્યા છે.
  • ગિરનાર મહાતીર્થના ડમર નામના દ્વારમાં શ્રી નેમિપ્રભુના ધ્યાનથી પવિત્ર બનેલા બ્રહ્મેન્દ્રે સંઘની વૃદ્ધિ માટે પોતાની મૂર્તિ સ્થાપન કરી છે.
  • ગિરનાર મહાતીર્થના નંદભદ્રનામના દ્વારમાં જિનેશ્વર પરમાત્માના ધ્યાનથી પવિત્ર બનેલ મનવાળો મલ્લીનાથ નામના બળવાન રુદ્ર દ્વારપાળ તરીકે ઉભા રહ્યા છે.
  • ગિરનાર મહાતીર્થના બકુલદ્વારમાં લોકોના વિઘ્નરૂપ તૃણના સમૂહને ઉડાડનાર મહાબળવાન વાયુકુમાર રહ્યા છે.
  • ગિરનાર મહાતીર્થના બદરીદ્વારમાં પોતાના શસ્ત્રોથી વિઘ્નરૂપ શત્રુઓને હણનાર બદરીશ નામના દેવાત્મા રહેલ છે.
  • ઉત્તરકુરુમાં સાત માતાદેવીઓ રક્ષણ કરીને રહેલી છે.
  • ગિરનાર મહાતીર્થના કેદારદ્વારમાં કેદાર નામના રુદ્ર ગિરિવરના રક્ષક થઈને રહ્યા છે.
  • ગિરનાર મહાતીર્થના મહાબલદ્વારમાં પોતાના મસ્તક પર છત્રરૂપ કરેલા જિનેશ્વર ભગવાનના ચરણકમલથી આતપરહિત બનીને બળવાન બલભદ્ર દેવાત્મા રહેલા છે.

આ રીતે આઠે દિશાઓમાં આઠ દેવતાઓએ નિવાસ કર્યો છે. જેમ જિનેશ્વરદેવની પાસે આઠ પ્રાતિહાર્ય શોભી રહ્યા હોય છે તેમ આ આઠ દેવતાઓ ગિરિવરની ઉપર સ્વઆયુધ ઉંચા કરી પ્રતિહાર્ય થઈને તીર્થની રક્ષા કરી રહ્યા છે. શ્રી નેમીપ્રભુની સેવા દ્વારા અત્યંત પવિત્ર અને નિર્મળ બનેલા અસંખ્ય દેવતાઓ આ મહાતીર્થ ઉપે આવતા સૌ ભવ્યજીવો પ્રત્યે વાત્સલ્યભાવ રાખી સૌના મનોરથોને પૂરે છે.

  • મુખ્ય શિખરથી ઉત્તર દિશાના રક્ષક મહાબળવાન મેઘનાદ છે.
  • પશ્ચિમ દિશાના રક્ષણ વાંછિત અર્થને આપનારા રત્નમેઘનાદ છે.
  • પૂર્વ દિશામાં સિદ્ધિવિનાયક નામના દેવ છે.
  • દક્ષિણદિશામાં સિંહનાદ નામના દેવ નિવાસ કરે છે.

એ ચારે દેવોથી તે શિખર જાણે કે ચૌમુખજી ન હોય! તેવું ભાસે છે.

  • આ ગિરિવરના પ્રત્યેક વૃક્ષમાં, પ્રત્યેક સરોવરમાં, પ્રત્યેક કૂવામાં, પ્રત્યેક દ્રહમાં, પ્રત્યેક સ્થાનમાં, પ્રત્યેક શિખરમાં, શ્રી નેમિનાથ ભગવાનના ધ્યાનમાં સદા તત્પર એવા અનેક દેવતાઓએ નિવાસ કરેલ છે.
  • કોઈ કન્યાના હારની મધ્યમાં રહેલા રત્નની જેમ આ સર્વની મધ્યમાં ઉંચા શિખર ઉપર શ્રી સંઘના વાંછિત પૂરનારી સિંહવાહિની અંબિકાદેવીનો નિવાસ છે.
  • અંબાગિરિના દક્ષિણ તરફ સર્વ શસ્ત્રો વડે યુદ્ધથી મદોન્મત્ત એવા શત્રુઓના સમૂહને રોકનાર ગોમેધ યક્ષ રહેલા છે.
  • ઉત્તરદિશાએ સંઘના વિઘ્નસમૂહને હરવા ચતુર એવા પ્રસન્નનયના મહાજ્વાલા દેવી રહેલા છે.

આ ગિરિવર ઉપર એવા અનેક શિખરો અને ગુફાઓ છે જ્યાં જિનેશ્વર પરમાત્માની સેવામાં તત્પર એવા ઘણાં દેવતાઓએ આશ્રય કરેલો છે. તેથી આ ગિરિ સ્વર્ગથી પણ અત્યંત મનોહર જાણે દેવતામય થયેલો હોય તેમ જણાય છે.

Copyright © 2011 www.girnarmahatirth.org.
  • હોમ
  • સંપર્ક સૂત્ર
  • સાઈટ મેપ